રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી એમ.જી.વી.સી.એલ ના દરોડામાં કુલ ૧૩ વીજચોરી ઝડપાઇ જેમાં 4.૮૬ લાખની પકડાઈ હતી અધિકારી અને લોકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું ત્યારે એમ.જી.વી.સી.એલ ની કુલ 18 ટિમો દ્વારા વિજચેકિંગ માટે આવી હતી જેમાં નસવાડી નગરના મેમણ કોલોની,સિવનગર,કવાટ રોડ પર રેડ કરવામાં આવી જેમાં ૧૩ જેટલા ઘરો મા વીજચોરી કરતા હતા જેની જાણ એમજીવીસીએલની ઉચ્યકચેરી એતથા અચાનક ૧૮ ટિમો દ્વારા રેડકરવામાં આવી ત્યારે લોકો અને અધિકારી ઓ વચ્ચે તુતુ મેંમેં ના દ્રશ્યો સર્જાયા હતા અને અધિકારીઓ પણ માસ્ક વગર આવતા લોકોએ વિરોધ કર્યો હતો આમ અલગ પ્રકાર ની વીજચોરી કરતા પકડી જેમાં ઘર વપરાશ તેમજ વેપાર માટે આલોકો નવિપદ્ધતિથી વીજચોરી કરતા હતા જેમાં કુલ રૂ.૪,૮૬,૪૦૦ ની વીજચોરી ઝડપાઇ જેમાં થી ૬ ગ્રાહકો ૩,૮૬,૪૮૬ ના દંડની ભરપાઈ કરીને ફરીથી મીટર ચાલુ કરાવ્યા છે આ તમામ વીજચોરી કરનારા લોકો સામે એમ.જી.વી.સી.એલ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે.