રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માથક અને રાતાભેર ગામ વચ્ચે આવેલ નાગેશ્વર પેટ્રોલપંપ ખાતે એક મોટર સાયકલમાં બે અજાણ્યા શખ્સોએ આવીને પેટ્રોલપંપના કર્મચારી પ્રદીપભાઈ દિલીપભાઈ સારલા કોળીને આવીને બે અજાણ્યા શખ્સોએ પકડી રાખી ઝપાઝપી કરીને મારી નાખવાની ધમકી આપી. એક શખ્સએ પ્રદિપભાઈને પકડી રાખીને બીજા અજાણ્યા શખ્સએ પેટ્રોલપંપની ઓફિસના ડોવરમાંથી રોકડ રકમ ૩૮૦૦૦ અને એક મોબાઈલ કિંમત રૂપિયા ૨૦૦૦ મળીને કુલ રૂપિયા ૪૦૦૦૦ ની લૂંટ કરી બે શખ્સો નાસી છૂટયા હતા. પેટ્રોલ પંપના માલિક પ્રદીપભાઈ સારલા કોળીએ લૂંટની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એ દેકાવાડીયાએ શખ્સોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.