જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે ઝેરી મધના ઝુંડથી રાહદારીઓ પરેશાન

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

આશરે પાંચ ફુટ લંબાઈ બે ફુટથી વધુ પહોડાઈ ધરાવતા ઝેરી મધના ઝુંડથી રાહદારીઓ વાહનચાલકો પરેશાન જવાબદાર તંત્ર દ્વારા ઝેરી મધનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી.

કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે પ્લોટ વિસ્તારના જુના રસ્તે પાતાળ કુવાની બાજુના ખેતરની વાડમાં ઝેરી મધનુ મોટુ ઝુંડ છે જે આશરે પાંચ ફુટ લંબાઈ તથા બે ફુટથી વધારે પહોળાઈ ધરાવતા ઝેરી મધના ઝુંડથી રાહદારીઓ વાહનચાલકો ત્યાંથી પસાર થવામાં પરેશાનની ભોગવી રહ્યાછે અને જો કોઈને આ ઝેરી મધ દ્વારા હુમલો કરવામા આવશે ત્યારે જવાબદારી કોની ગણાશે એ પણ એક પ્રશ્ન ઉભો થયો છે અગાઉ પણ નાની ઘંસારી ગામે વાસ વિસ્તારમાં ઝેરી મધ હતુ જે બાબતે વન વિભાગને જાણ કરવામા આવી હતી તો વન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે અમારા વિભાગમાં આ કામગીરી આવતી નથી ખેતીવાડી વિભાગને જાણ કરો જે વિભાગમાં આવતી હશે ત્યાર બાદ ગ્રામજન દ્વારા ખેતીવાડી વિભાગને જાણ કરવામા આવતા ત્યાંથી પણ એવુ જણાવવામાં આવ્યું કે અમારા વિભાગમાં આ કામગીરી આવતી નથી ત્યારે સવાલ એ થાય છે કે ખરેખર ઝેરી મધનો નિકાલ કરવા માટે જવાબદાર તંત્ર કોણ? કોને રજુઆત કરવી? એ પણ પ્રશ્ન લોકોને મુંજવી રહ્યોછે ત્યારે ખેતીવાડી ધરાવતા ખેડુતોના ઘરે અથવા શેનઢાપાળાના વૃક્ષોમાં અવારનવાર ઝેરી મધના ઝુંડ જોવા મળેછે ત્યારે તંત્રની બેજવાબદારીના કારણે કોઈ ખેડુતો આગનો ધુમાડો કે તાંપણો કરી અથવા તો કીટનાશક દવાનો છંટકાવ કરી ના છુટકે ઝેરી મધના ઝુંડને ભગાવવાનો પ્રયત્ન કરે છે. એ પણ જોખમ સાથે ત્યારે ખરેખર ઝેરી મધનો નિકાલ કરવા માટે ક્યાં તંત્રની જવાબદારી આવે તે સરકાર દ્વારા જાહેર કરવામા આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. હાલ નાની ઘંસારી ગામે ઝેરી મધના ઝુંડથી લોકો ભયના માહોલમાં ત્યાંથી પસાર થઈ રહયાછે ત્યારે કોઈ લોકો પર ઝેરી મધનુ ઝુંડ હુમલો કરે તે પહેલા જે તે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની રજૂઆત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *