કાલોલ તાલુકાના રતનપુરા ગામે જમીનના પૈસા બાબતે ઝગડો થતા મામાએ ભણાને ધારીયું માંરી દેતા ચકચાર મચી જવા પામી છે. ઘટના હકીકતે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નંધાતા પોલીસે આરોપીઓ જયંતીભાઈ ભગવનભાઈ સોલંકી, કાંતાબેન જયંતીભાઈ સોલંકી તથા જગાભાઈ અંદુભાઈ પરમાર સામે અટકાયતી પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા જિલ્લાના શેરખી ગામની સર્વે નં. 37/1 તથા 91/1ના સહિયાર માલિકો રમેશભાઈ,જયંતીભાઈ તથા વિમળાબેન ને પિતા ભગવનભાઈ સોલંકીની વારસામાં મળેલ જમીન વિમલાબેનના અવસાન બાદ તેમના પરિવારને જાણ કર્યા વગર વેચીમારી વિમલાબેનના હિસ્સાની રકમ તેમના પરિવારને નહીં ચૂકવતાં પડેલી મડાગાંઠ અંગે વિમળાબેનના પુત્ર અવિનાશ જશવંતભાઈ પરમારે વડોદરા પ્રાંત કચેરી ખાતે દાવો કરેલ હતો.
સદર દાવા અનુસંધાને અદાવત રાખી આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગેરકાયદે મંડળી રચી ફરિયાદી અવિનાશને રતનપુરા ગામેના ખેતરમાં રોકી ગડદાપાટુનો માર મારી ધરીયા વડે ડાબા હાથ પર ઇજાઓ પહોચાડી તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી છુટેલ. ઘટના અંગે ઇજાપામનાર અવિનાશ ના પિતાને જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવી વધુ સારવાર માટે હાલોલ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડેલ હોવાનું જાણવા મળેલ છે.