અમરેલી: વાવેરા ગામમાં કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું.

Amreli Corona Latest
બ્યુરોચીફ:ભૂપત સાંખટ,અમરેલી
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

વાવેરા ગામમાં ખળભળાટ એકાદ મહિના પહેલાં સુરતથી આવેલા આઘેડ ને કોરોના કેસ આવતા વાવેરા ગામમાં ભય નો માહોલ સર્જાયો છે. પહેલા મહુવા દાખલ કર્યા બાદ માં ભાવનગર રીફર કરેલ ત્યાં તેમને પોઝિટિવ કેસ હોવાનું જાણવા મળેલ હતું.બાઘાભાઈ દુલાભાઈ કાછડ નામના વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો.રાજુલા વાવેરા તેમજ અલગ અલગ આરોગ્ય ટીમના વાવેરા ગામમાં ધામા નાખ્યા હતા

આજરોજ કોરોના ગ્રસ્ત મુલાકાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી.થ્રી સાહેબ, સરપંચ બીસુભાઇ ધાખડા, તાલુકા ભાજપ મંત્રી શ્રીકનુભાઈ ધાખડા, વિસ્તરણ અધિકારીશ્રી રાઠોડ ભાઈ..વાવેરા ગામની મુલાકાત લીધી હતી અને લોકોને સ્વચ્છતા અને કોરોના વિશે માહિતી આપી તેમજ વિસ્તારનો સર્વે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *