રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર-સોમનાથ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી પ્રભાવિત થયું છે. સમગ્ર દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા કોવીડ-૧૯ વાઇરસ સામે જંગ જીતવા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે લોકોએ પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત છે. કોરોના વાઇરસ માંથી દર્દીઓ દિન પ્રતિદિન સ્વસ્થ થઈ રહ્યા છે. જેના પરીણામે આજે વેરાવળના ત્રણ દર્દીઓએ કોરોનાને પરાસ્ત કરી કોરોનામુક્ત થતા લીલીવંતી કોવીડ કેર સેન્ટર, સોમનાથ ખાતેથી રજા આપવામાં આવી હતી. હાલ લીલાવતી કોવીડ કેર સેન્ટર ખાતે આઠ દર્દીઓ સારવાર હેઠળ છે.
કોવીડ કેર સેન્ટર, સોમનાથ ખાતેથી ત્રણ દર્દીઓને રજા આપવામાં આવી છે તેમા વેરાવળના ડો.રાજેશ ધનશાણી ઉ.વ.૩૪, ડો.સીમા તન્ના ઉ.વ.૨૮ અને દીપક ચોપડા ઉ.વ.૪૫ સ્વસ્થ થતા રજા આપવામાં આવી હતી. આ દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા પોતાના આરોગ્યની સંભાળ લેવા સાથે કોરોના વાયરસ થી સાવચેત રહેવા, માસ્ક અને સામાજીક અંતર રાખવા માટે જણાવ્યું હતું. તેમજ સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ નક્કી કરેલા દિવસો સુધી તેમના ઘરમાં જ રહેવા માટે ખાસ જણાવવામાં આવ્યું હતું.