રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી
આરોગ્યની ૧૦ ટીમો દ્વારા રાજ્ય બહારથી આવતા ૧૭૦૭૮ લોકોની તપાસ
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા જિલ્લાની સરહદો પર ચેંકિંગ વ્યવસ્થા વધુ સઘન બનાવાઇ છે. અનલોક-વનની શરૂઆત બાદ રાજય સરકાર દ્વારા જિલ્લાની અંદર તેમજ આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ કરાતા ગુજરાત અને રાજસ્થાનને જોડાતા અરવલ્લીની સરહદે લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ અંગે વિગત આપતા ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના પોઝિટીવનો દર્દીઓની સંખ્યા ૨૦૦ને પાર પંહોચી ગઇ છે ત્યારે અન્ય જિલ્લાઓમાંથી આવતા અને પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી આવતા પ્રવાસીઓના આરોગ્યની ચકાસણી કરવી ખૂબ જરૂરી બની જાય છે જેને લઇ ,અરવલ્લી અને રાજસ્થાનને જોડતી રતનપુ સરહદ પર આરોગ્યની ટીમ રાઉન્ડથી કલોક કાર્યરત રહે છે. જેમાં જૂન માસના ૨૫ દિવસ દરમિયાન રતનપુર બોર્ડર પર રાજસ્થાન અને અન્ય પ્રાંતના તેમજ ગુજરાત રાજય આસપાસના જિલ્લાઓમાંથી ૬૨૭૩ ટ્રાન્સપોર્ટના માલવાહક તેમજ મુસાફરી અને ખાનગી વાહનોના વાહનચાલકોએ જિલ્લામાં પ્રવેશ કર્યો હતો.જેમાં મુસાફરી કરતા વાહનો સવાર ૧૭૦૭૮ પ્રવાસીઓના આરોગ્યની તપાસ હેલ્થની ૧૦ ટીમો દ્વારા સ્ક્રિનિંગ કરવામાં આવ્યું રહ્યુ છે.