રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
આજ રોજ અર્બન હેલ્થ સેન્ટર લુણાવાડા ધ્વારા ડૉ કલ્પેશ એમ સુથાર ના માર્ગદર્શન હેઠળ વાવના મુવાડા તેમજ શાંતિ નગર સ્લમ વિસ્તાર મા આઉટ રિચ સગર્ભા તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 22 સગર્ભા ની પૂર્વ પ્રસૂતિ તપાસ સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ ડૉ. નિશાંત પટેલ સાહેબ ધ્વારા કરવામાં આવી હતી, કેમ્પ મા આવેલ તમામ સગર્ભા નું વજન, બ્લડ પ્રેશર તપાસણી , sp02, થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. તેમજ તમામ સગર્ભા ની લેબોરેટરી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કેમ્પ મા સોશિયલ ડીસ્ટન્સિંગ નું તમામે પાલન કરેલ હતું તેમજ માસ્ક પહેરીને તમામ સગર્ભા કેમ્પ મા હાજર રહેલ હતી.તમામ સગર્ભા ને પ્રોટીન પાવડર તેમજ જરૂરી સારવાર આપવામાં આવેલ હતી , તેમજ તમામ સગર્ભા મહિલાઓ ને સંસ્થાકીય સુવાવડ તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય અંતર રાખવા માટે સુવાવડ પછી તરત જ ppiucd મૂકાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ સગર્ભાવસ્થા દરમિયાન નિયમિત anc ચેક અપ કરાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.