રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આપણે આપણા સ્વાસ્થ્ય અને જીવની સુરક્ષા માટે એકદમ સતર્ક છીએ. આપણી સલામતી માટે આપણે પોતે પણ જાગૃત છીએ અને તંત્ર પણ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે. બીજી તરફ રાજપીપળામાં મૂંગા પશુઓની હાલત દયનીય બની છે. સમસ્યા એ છે કે પશુઓને તેમના માલિકો દ્વારા છુટ્ટા રખડતા છોડી મુકવામા આવે છે. જેથી ક્યારેક અકસ્માતના કારણે પશુઓ ઇજાગ્રસ્ત બને છે. અને ગંભીર ઇજાના કારણે ક્યારેક મૃત્યુ પણ પામે છે. તો કેટલીક ઝેરી ચીઝ વસ્તુઓ ખાઈ લેતા, મૂંગા પશુઓ મોત ને ભેટે છે. અગાઉ આ રીતે રાજપીપળામાં એક પછી એક બે થી ત્રણ ગાયોના મોત થયાં હતાં. આ બાબતે પાલિકા ગંભીર કેમ નહી?અત્રે ઉલ્લેખનીય છે કે જો આવા રખડતા ઢોરોના માલિકો ઉપર રાજપીપળા પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો મૂંગા પશુઓ ને બચાવી શકાય.