રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા
ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના રાજીવ વન પોલીસ લાઈન બ્લોક નં. ૧૧ અને તિલકવાડા તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ લાઈન બ્લોક નં. ૧ – A, મારૂતિધામ અને વાસુદેવ કુટીર વિસ્તારને કોવીડ -૧૯ કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરતું જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું જાહેર કરાયું.
ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના રાજીવ વન પોલીસ લાઈન બ્લોક નં. ૧૧ સિવાય કેવડીયાથી ભુમલીયા ગામ તરફ જતાં રસ્તાની જમણી બાજુ નર્મદા માતાની મૂર્તિથી રાજીવ વન એસ. આર.પી. પોલીસ લાઈન સુધીના વિસ્તાર અને તિલકવાડા તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ લાઈન બ્લોક નં. ૧ – A, મારૂતિધામ અને વાસુદેવ કુટીર સિવાય તિલકવાડા ગામના બ્રાહ્મણશેરી વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરાયો.
રાજપીપલા : નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના તા.૧૩/૦૩/૨૦૨ ના જાહેરનામાથી ધી એપેડેમીક ડીસીઝ એક્ટ-૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપિડેમિક ડિસએસેસ કોવીડ-૧૯ જાહેર કરેલ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તાર અને તિલકવાડા તાલુકામાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસ નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લા મેજિસ્ટ્રેટ જી.આર.કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ,૧૮૯૭ ની કલમ–૨ જાહેર કરેલ છે.