ડુંગરી બટાકા જેવી જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ગામડે ગામડે ફરીને વેચતા નસવાડીના સુમન ભાઈ કનોજીયા ફેરી ફરવા નસવાડી તાલુકાના ગામડાઓમાં ગયા હતા જે ફેરી ફરીને પરત ફરતા ગડનારું આવે છે ઉપર વાસમાં પડેલ વરસાદના ના કારણે ગડનાદામાં પુર આવતા ડુંગળી બટાકા ભરેલી ટાટા છોટા હાથી પાણીમાં તણાઈ ગઈ હતી.
છોટાઉદેપુર જિલ્લો આદિવાસી પૂર્વપટ્ટી ધરાવતો જિલ્લો છે જેને લઇને વેપાર અર્થે ફેરી ફરવા વેપારીઓ ગામડામાં જતાહોઈ છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઇને સુમન ભાઈ પિછીપુરા વેપાર અર્થે ગયા હતા અચાનક ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અચાનક પાણી આવતા ગડનાડું પાણીમાં ડૂબ્યું હતું નાડા ઉપર ઉભેલી છોટેહાથી પાણીમાં તનાઈ હતી ગ્રામજનો એ ગાડીમાં બેસેલા વ્યક્તિને ગાડીમાંથી બહાર કડ્યા હતા.ગ્રામજનોએ જે.સી.બી બોલાવી છોટા હાથી ને બહાર કાડીહતી જ્યારે મહત્વની વાત એછેકે ગાડી માં બેસેલા વ્યક્તિને આબાદ બચાવ થયો હતો.