જૂનાગઢ તાલુકાના ગલીયાવડ ગામમાં રહેતા યુવકને એક યુવતીએ ફોનકરી હનીટ્રેપમાં ફસાવ્યો હતો. અને તેને વિશ્વાસમાં લઈ તા.૧૮ના યુવકના જન્મદિવસે તેને જૂનાગઢ બોલાવી તેને ગિરનાર દરવાજા પાસે એક મકાનમાં લઈ ગઈ હતી.જયાં એક મહિલા તથા બે શખ્સોએ આવી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હોવાની ખોટી ઓળખ, આપી હતી. અને પાંચ લાખ નહી આપે તો દુષ્કર્મના કેસમાં ફિટ કરાવી દેવા ધમકી આપી હતી. આ અંગે જાણ કરાયા પોલીસે કાઉન્ટર ટ્રેપ ગોઠવી દંપતિ બે યુવતી તથા એક યુવકની ધરપકડ કરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ તાલુકાના ગલીયાવડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા વિશાલ ધનજીભાઈ મોણપરા (ઉ.વ.૨૫) ના ફોન પર દસેક દિવસ પહેલા અજાણી છોકરીનો ફોન આવ્યો હતો. જેમાં તેણીએ પોતાનું નામ આરતી હોવાનું જણાવ્યું હતું અને મિત્રતા કેળવી લીધી હતી. તા.૧૮ માર્ચના વિશાલ મોણપરાનો બર્થડે હતો. આથી રિંકલ ગેડીયાએ સાંજે આઠેક વાગ્યે ફોન કરી હું કાળવા ચોકમાં છું.
તેમ આવો આથી વિશાલ રિંકલને મળવા બાઈક લઈ જૂનાગઢના કાળવા ચોકમાં આવ્યો હતો ત્યાં રિંકલ તથા એક અન્ય યુવતી હતી સામાન્ય વાતચીત બાદ રિંકલ તથા અન્ય યુવતી વિશાલના બાઈક પાછળ બેસી ગઈ હતી. અનેબહેનપણીના ઘરે જઈ વાત કરીએ તેમ કહી ગિરનાર દરવાજા પાસે આવેલી ગાયત્રી સોસાયટીમાં એક ઘરે લઈ ગઈ હતી.
વિશાલ, રિંકલ તથા અન્ય યુવતી બેઠા હતા. ત્યારે સાડાઆઠ વાગ્યા આસપાસ બે પુરૂષ તથા એક યુવતીએ આવી અને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કર્મી છીએ તેવી ઓળખ આપી હતી. અને અહીયા શુ કેમ આવા કામ કરોછો? તેમ કહી વિશાલને ધમકાવ્યો હતો.અને મારમાર્યો હતો તારા વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ દાખલ કરશું અને દસ વર્ષની સજા થશે. પતાવટ કરવી હોય તો પાંચ લાખ આપવા પડશે. બાદમાં ગાયત્રીનગરથી ધારાગઢ દરવાજા વિસ્તારમાં લઈજઈ પ્લાસ્ટીકની લાકડીથી વિશાલને મારમારી પતાવટ માટે પાંચ લાખ માંગ્યા હતા.
વિશાલે તેના પિતાને સમગ્ર બાબતે વાત કરી હતી. અને પિતરાઈ ભાઈઓને જાણ કરતા તેઓએ ૧૯માંર્ચના સાંજે ચાર વાગ્યા સુધીમાં એક લાખ આપી દેવાની વાત કરી હતી આથી આ શખ્સોએ વિશાલને છોડી મુકયો હતો.
બાદમાં વિશાલ તથા તેના પિતા તથા તેના પિતરાઈ ભાઈઓ એ તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચમાં આવા કોઈ પોલીસ કર્મીન હોવાનું જાણવા મળ્યુ હતું.
આ અંગે ભવનાથ પોલીસ સ્ટેશન સામે જઈ સમગ્ર મામલે વાત કરી હતી અને ઈન્ચાર્જ પી.એસ.આઈ .વી.યુ.સોલંકી સહિતના સ્ટાફે આટોળકીને પકડવા કાઉન્ટર ટ્રેપ ગોઠવી હતી. અને વિશાલને આ શખ્સો ફોન કરતા હોવાથી સમાધાન માટે બોલાવ્યા હતા.આ ટોળકી ત્યાં આવતા પોલીસે જોષીપરામાં સ્વાસ્તીક સોસાયટીમાં રહેતી હિના ઉમેશનંદાણીયા (ઉ.વ.૩૫) ઉમેશ વેજા નંદાણીયા (ઉ.વ.૨૭) મંદપરાના ફિરોઝ દાઉદ કેલા (ઉ.વ.૩૦) સુરતની રિંકલ ઉર્ફે આરતી મુકેશ ગેડીયા (ઉ.વ.૩૭) તથા અમરેલીના ચિત્તલ રોડ પર રહેતી આશિયાના ઈસ્માઈલ કાળવાતર (ઉ.વ.૨૯)ની ધરપકડ કરી હતી અને પાંચ ફોન તથા સ્કુટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે ડીવાય.એસ.પી. પ્રદીપસિંહે જણાવ્યુ હતું કે આ ટોળકીએ અન્ય કોઈ વ્યકિતને હનીટ્રેપમાં દ્રસાવી, પૈસા પડાવ્યા છે કે કેમ? યુવાનના નંબર તેની પાસે કયાથી અને કોના દ્વારા મળ્યો એ અંગે ભવનાથ પી.એસ.આઈ.પી.વી. ધોકડીયા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
દંપતિએ અઠવાડીયા પહેલા જકર્યા હતા લગ્ન
ગલીયાવડના યુવાનને હનીટ્રેપના ફસાવનાર દંપતિની પણ પોલીસે ધરપકડ કરી છે. મુળ ઉપલેટાની હીના ઉમેશ નંદાણીયા ઉર્ફે હીના સોલંકીના પતિનું ૨૦૧૪માં અવસાન થયું હતું. ૨૦૧૮માં તાલુકા પોલીસ સ્ટેશનના આ પ્રકારના ગુનામાં પકડાઈ હતી.આ હનીટ્રેપની માસ્ટર માઈન્ડ પણ હીના જ છે. હીનો અઠવાડીયા પહેલા જ ઉમેશ નંદાણીયા સાથે લગ્ન કર્યા છે.
આરોપી લોએજનો વતનીઃ જી.આર.ડી. જવાન તરીકે પણ કરી હતી નોકરી
હનીટ્રેપમાં યુવાનને ફસાવી પાંચ લાખ રૂપિયા માંગનાર ઉમેશ નંદાણીયા માંગરોળ તાલુકાના લોએજનો છે.અને તેણે જી.આર.ડી.જવાન તરીકે નોકરી પણ કરી હોવાનું ડીવાય.એસ.પી.એ .જણાવ્યું હતું.
હીનાએ રિંકલ પાસે ફોન કરાવી કર્યું હતું. સમગ્ર કાવતરૂ
સમગ્ર ઘટનાની મુખ્ય સુત્રધાર હીના સોલંકીએ રિંકલ પાસે વિશાલને ફોન કરાવ્યો હતા. અને હનીટ્રેપનું કાવતરૂ કર્યું હતું.અને ફિરોઝ ઠેબા તથા આશિયાનાને મદદમાં રાખ્યા હતા.અને ગિરનાર દરવાજા નજીક એક બાપુના મકાનમાં વિશાલને લઈ ગયા બાદ હીના સોલંકી, ફિરોઝ કેબા અને ઉમેશ નંદાણીયા ક્રાઈમબ્રાન્ચના પોલીસ બની આવ્યા હતા. બાદના યુવાનને મારમારી દુષ્કર્મના કેસમાં ફિટ કરાવી દેવા ધમકી આપી પાંચ લાખ ખંડણી માંગી હતી.