ગીર સોમનાથ જિલ્‍લામાં જુના તમામ પ્રકારનાં વાહનોની લે-વેંચ કરતા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવુ ફરજીયાત

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

સમગ્ર દેશમાં ભાગફોડીયા તત્વો દેશમાં અરાજકતા ફેલાવવાનાં હેતુથી રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ મોપેડ કે વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના (તમામ પ્રકારનાં વાહનો)નો ઉપયોગ કરતા હોવાનું જણાય છે. આતંકીત કૃત્‍યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની કોઇ સ્‍પષ્‍ટ નોંધ ન હોવાના કારણે તેના મુળ માલીક સુધી પહોંચવાનું તપાસ એજન્‍સીને મુશ્કેલ બનતુ હોય છે. મહદઅંશે આવા વાહનોનાં વેચાણ વખતે તેમજ ભાડે આપતી વેળાએ વેપારી ખરીદદાર ગ્રાહક પાસેથી ઓળખનાં પુરતા પુરાવા મેળવ્‍યા વગર જ વાહનોનું વેચાણ કરતા હોય છે. તેમજ ભાડે આપતા હોય છે. અથવા લે-વેંચ કરતા હોય છે. જેથી રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો(તમામ પ્રકારનાં ફોર વ્‍હીલ,થ્રી વ્‍હીલ, ટુ વ્‍હીલર)નું વેચાણ કરનાર આવા વાહનોની લે વેંચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ પર નિયંત્રણો મુકવા ગીર સોમનાથ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી ડો.બી.એસ.પ્રજાપતિએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ નાં કાયદાની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ રજીસ્‍ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/વિદ્યુતથી ચાલતા વાહનો તથા જુના વાહનો(તમામ પ્રકારનાં ફોર વ્‍હીલ,થ્રી વ્‍હીલ, ટુ વ્‍હીલર)નું વેચાણ કરનાર આવા વાહનોની લે વેંચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓએ વાહન ભાડે આપે કે વેચાણ કરે ત્‍યારે નિયત નમુનામાં રજીસ્‍ટર નિભાવવુ ફરજીયાત છે. આ હુકમ તાત્કાલીક અસરથી દીન-૬૦ માટે અમલમાં રહે તે રીતે ફરમાવેલ છે. આ રજીસ્‍ટર જરૂર જણાયે જિલ્લા મેજીસ્‍ટ્રેટ, પોલીસ અધિક્ષક, અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી કે સબ ડિવિઝનલ મેજીસ્‍ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્‍ટ્રેટ કે તેમનાં તાબાનાં અધિકારી માંગે ત્‍યારે તેઓને અવશ્ય આપવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *