રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુર : જિલ્લાના નસવાડીમાં એમ.જી.વી.સી.એલ.ની રેડને લઇ વિજગ્રાહકોએ હોબાળો મચાવ્યો. દસથી વધુ ગાડીયો વીજચોરીને લઈ આવી હતી. ચેકીંગમાં ચાલુ મીટર અને વ્યવસ્થિત રીડીંગ મીટર બતાવતા હોવા છતાંય વિજમીટર બદલવું પડશે કહેતા ગ્રાહકે અગાઉના કડવા અનુભવોને લઈ હોબાળો મચાવ્યો. નસવાડી એમ.જી.વી.સી.એલ.ના ડે. ઈજનેર માસ્ક વગર વિજગ્રાહકોને ત્યાં પોહચ્યા અને તુતુમેમે.. કરી હતી. આ કોરોનાની મહામારીમાં કોરોના પોઝિટિવ વિસ્તારથી ફક્ત 20 મીટર સામે જ મોટી બબાલ થઇ હતી. બહારથી આવેલા વીજ ચેકીંગમાં કર્મચારીઓ ડ્રેસમાં ન હૉવાથી ગ્રામજનોમા વધારે રોષ વ્યાપ્યો હતો. નસવાડી પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક પોહચી મામલો થાળે પાડયો હતો.