રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામે હેલીપેડ ટેકરી ઉપર પોલીસ દ્વારા જે તંબુ લગાવવામાં આવ્યો છે તેનો હેતુ માત્ર અને માત્ર સુરક્ષા માટે નો છે તેમ કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પંચાયતના સરપંચ શ્રી ને ઉદ્દેશીને લેખીતમાં જણાવેલ છે હેલી પેડ ટેકરી પર સ્થાપિત તંબુ ને લઈને કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબનો કહેવું છે કે આ તંબુ સુરક્ષા માટે લગાડવામાં આવે છે જેમાં પોલીસ એસઆરપી તથા હોમગાર્ડના જવાનો ત્યાં હાજર રહી સામેના રોડ પરથી રોજ બરોજની અવરજવર ઉપર નજર રાખશે અને સુરક્ષા જાળવશે ગામલોકોની આસ્થાને ઠેસ પહોંચાડવા માટે કે તેઓને હેરાનગતિ માટે આ તંબુ નથી લગાડવામાં આવ્યું જેની સમજ ગામ લોકોને આપવા માટે ની રજૂઆત કેવડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ને કરેલ છે તથા અન્ય લોકો ગામ લોકોને ખોટી રીતે ના ઉશ્કેરે અને ગામલોકોને ગેરમાર્ગે ન દોરી ગામનું વાતાવરણ ન બગાડે તેવી અપીલ પણ કરેલ છે અને વધુમાં જણાવેલ છે કે કોઈને પણ આ પોલીસ ટેન્ટ ને લઈને શંકા કે વહેમ હોય તો અમોને રૂબરૂ મળી અમારી સાથે ચર્ચા કરી શકે છે.