ખેડા જિલ્‍લામાં મોબાઇલ પશુદવાખાનું શરૂ કરાયુ

Kheda
બ્યુરોચીફ: નારાયણ સુખવાલ,ખેડા

ખેડા જિલ્‍લાના અંદાજે આઠ લાખ પશુઓને આ સેવાઓનો લાભ મળશે. આ ઉપરાંત ખેડા જિલ્‍લામાં ઘણા પ્રકારના રોગો રસીકરણ દ્વારા રાજ્ય સરકારના પ્રયત્‍નોથી નાબૂદ કરેલ છે. ખેડા જિલ્‍લામાં અંદાજીત વાંજીત એક લાખ પશુઓ ઘાસચારો ખાય છે. પણ દૂધ આપતા નથી. તેવા પશુઓને આ મોબાઇલ વાન દ્વારા દૂધ ઉત્‍પાદન કરતાં કરવામાં આવશે.જિલ્‍લામાં હાલ ૧૭ જેટલા પશુ દવાખાના કાર્યરત છે અને ૧૯ જેટલા પ્રાથમિક પશુ સારવાર કેન્‍દ્ર કાર્યરત છે. જેમાં આ મોબાઇલ પશુ દવાખાનાના દ્વારા જે પશુઓ દવાખાના સુધી પહોંચી શકતા નથી તેવા પશુઓની સેવા ઘર આંગણે થાય તેવો સરકારશ્રીનો ઉમદા અભિગમ છે.

ખેડા જિલ્‍લા પંચાયત ખાતે ૧૦ ગામદીઠ એક પશુદવાખાના યોજનાનું અમલીકરણ જી.વી.કે-ઈ.એમ.આર.આઈ મારફત જિલ્‍લાના સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી તથા ઉત્‍પાદન સમિતિ અને સહકારના ચેરમેનશ્રી દિનેશભાઇ પરમાર નાયબ પશુપાલન નિયામકશ્રી વી.કે.જોશી તથા જી.વી.કે- ઈ.એમ.આર.આઈ ના ખેડા જિલ્‍લાના પ્રોગ્રામ મેનેજર સંદિપ ગઢવી હાજર રહી ખેડા જિલ્‍લા ખાતે હાલમાં ફાળવેલી ૪ જેટલી મોબાઇલ વાનોનું લોકાપર્ણ ઉપરના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેમાં ખેડા જિલ્‍લામાં કઠલાલ તાલુકાના લાડવેલ ગામ, ઠાસરા તાલુકાનું નેશ, નડિયાદ તાલુકાનું માંઘરોલી અને મહેમદાવાદ તાલુકાના મોદજ ગામ ખાતે ચાર એમ્‍બ્‍યુલન્‍સ વાનો ઉપસ્‍થિત રહેશે.

ઉપર મુજબના ગામ અને તેની આજુબાજુના નવ જેટલા ગામોને એક મોબાઇલ વાન દ્વારા આવરી લેવામાં આવશે. જે દર અઠવાડિયામાં બે વાર એક ગામની મુલાકાત લેશે. અને સંકલીત ૧૦ ગામોમાંથી કોઇપણ સમયે સવારના ૭-૦૦ થી સાંજના ૭-૦૦ દરમિયાન પશુની કોઇપણ ઇમરજન્‍સી ઉપસ્‍થિત થશે તો ૧૯૬૨ ટોલ ફ્રી નંબર પર નિઃશુલ્‍ક સેવાનો લાભ ખેડા જિલ્‍લાના દર્શાવેલા ગામોના પશુપાલકોને મળશે. આગામી સમયમાં કુલ ૧૫ જેટલી વાનોમાંથી હાલમાં ચાર પશુ મોબાઇલ વાન મળી છે. જે આગામી બે ફ્રેજમાં પાંચ અને છ જેટલી વાનો ખેડા જિલ્‍લાને મળશે. આ મુજબ આગામી સમયમાં પુરા ખેડા જિલ્‍લાના ગામોને આજરીતે ૧૦ ગામ દીઠ એક પશુ મોબાઇલ વાન મળી રહે તે દિશામાં રાજ્ય સરકાર કટીબધ્‍ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *