રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
મૃતદેહ પેનલ પી.એમ. માટે ભાવનગર મેડીકલ કોલેજ ખાતે રવાના, ઓળખ મેળવા પોલીસની મથામણ ધારી ખોડીયાર ડેમના પાયલોન સામે આવેલ મામલતદાર કચેરી પાછળ પાંચસો મિટર દૂર એક વાડી પાસેથી પસાર થતા રેલ્વેટ્રેકની બાજુમાં ખોદેલ ખાઈમાંથી એક અજાણી મહિલાની કોહવાઈ ગયેલી બદબુ મારતી લાસ મળી આવતા પોલીસ મૃતકની ઓળખ મેળવવા મથામણ કરી રહી છે કિશાનસંઘ વાળા વેકરીયાપરાના રહીશ લાલજીભાઈ વેકરીયાની ભાગવી રાખેલ વાડી નજીક રેલ્વેટ્રેક પડખે ઉંડા ખાડામાં બદબુ પ્રસરતા લાલજીભાઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી સ્થળ પર પહોંચેલી પોલીસને એક ૩૦ થી ૩૫ વર્ષીય અજાણી મહિલાની લાશ મળી આવી હતી લાશના બન્ને હાથની આંગળીઓમાં વીટી પહેરેલ હોય, કાનમાં રીંગ, હાથમાં લાલ પ્લાસ્ટિક બંગડી, પગમાં કાળો દોરો, બ્લૂ લેગીઝ અને કાળો ડ્રેસ પહેરેલ હોય મૃતદેહના ચહેરા પરથી ચામડીનો ખોભળો નિકળી ગયેલ હોય અને ખોપરી પણ બહાર આવી ગઈ હતી નાક ફાડી નાંખે તેવી તીવ્ર બદબુદાર લાસને પી.એમ. માટે ભાવનગર મેડીકલ કોલેજ ખાતે રવાના કરી દેવામાં આવી છે આ અંગે આ બીનાના તપાસ કરતા ફોજદાર એન.એ.વાઘેલા એ જણાવ્યું હતું કે મૃતદેહ ચાર દિવસ જૂનો હોય શકે તેમજ મૃતદેહના પેટના ભાગે બે પંક્ચર જોવા મળ્યા છે જેમાં જીવાંતનું અતિસંક્રમણ જણાયું હતું.