બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કેવડીયા એસઆરપી કેમ્પસમા ફફડાટ, નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ 11 પોઝિટીવ કેસ નોંધાતા ચકચાર
52 સેમ્પલો પૈકી 41 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.જ્યારે 11 સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે.
નર્મદાજિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝીટીવ કેસના 47 દર્દીઓ હેઠળ છે, મુકેશભાઈ પટેલિયા 22 મી જૂને પોઝિટિવ આવ્યા હતા હવે તેમનો પૂરો પરીવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
નર્મદામાં એક પુત્રી અને બે પુત્રો અને પત્ની સાથે એક જ પરીવારના પાંચ જણા કોરોનામા સપડાતા એસ.આર.પી કેમ્પસમા ફફડાટ ફેલાયો
નર્મદા જિલ્લામાં 24 મી જૂને ચકાસણી માટે મોકલાયેલા 52 સેમ્પલો પૈકી 41 સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.જ્યારે એક સાતગે 11 સેમ્પલના રિપોર્ટ પોઝિટીવ આવતા ખળભળાટ મચ્યો છે.એ 11 કોરોના પોઝિટિવ કેસોમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની વિસ્તારના રહીશ સુરેશભાઈ શનાભાઈ પરમાર ઉ.વ.30, યુવરાજ સિંહ જયપાલ સિંહ સોલંકી (ઉ.વ 24,રહે એસ.આર.પી કેમ્પ, કેવડીયા કોલોની ), વિલાસબા જયપાલ સિંહ સોલંકી ઉ.વ 49,રહે એસ.આર.પી કેમ્પ, કેવડીયા કોલોની), દિવ્યેશભાઈ મુકેશભાઈ પટેલિયા (ઉ.વ. 07 રહે એસ.આર.પી કેમ્પ, કેવડીયા કોલોની), ધર્મેન્દ્રભાઇ મુકેશભાઈ પટેલિયા (ઉ.વ 04 રહે એસ.આર.પી કેમ્પ, કેવડીયા કોલોની ), ઉષાબેન જયરામ ભાઈ વસાવા (ઉ.વ 29 રહે એસ.આર.પી કેમ્પ, કેવડીયા કોલોની), ગિરીશભાઈ અંબાલાલ બારીયા (ઉ.વ 39,રહે , રાજીવવન કેવડીયા કોલોની ), મધુબેન મુકેશભાઈ પટેલિયા (ઉ.વ 32,રહે એસ.આર.પી કેમ્પ, કેવડીયા કોલોની), જીગરકુમાર દર્શનાબેન કડિયા ઉ.વ 36,રહે એસ.આર.પી કેમ્પ, કેવડીયા કોલોની), ઠાકોર અરવિંદભાઈ ધારાભાઈ (ઉ.વ.24,રહે પોલીસ લાઇન, તિલકવાડા) તથા ઇલાવતીબેન મુકેશભાઈ પટેલિયા (ઉ.વ 15 રહે એસઆરપી કેમ્પ, કેવડીયા કોલોની) નો સમાવેશ થાય છે.આ તમામને રાજપીપળા કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ 11 પોઝિટિવ કેસમા 10 એસ.ટી.પી જવાનો અને તેમનો પરિવાર છે તો 1 કેસ તિલકવાડાનો આવ્યો છે.મુકેશભાઈ પટેલિયા 22 મી જૂની પોઝિટિવ આવ્યા હતા હવે એમના પૂરો પરીવારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેમાં એક પુત્રી અને બે પુત્રો અને પત્ની સાથે એક જ પરીવારના પાંચ સભ્યો છે.એસ.આર.પી કેમ્પમાં કોરોના વિસ્ફોટને પગલે કેમ્પસમા ફફડાટ ફેલાયો છે.આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-47 દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે 41 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.