અરવલ્લી જિલ્લાના આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની કોરોનાથી બચવા માટે અરવલ્લી જિલ્લા વાસીઓને નમ્ર અપીલ.

Arvalli Corona Latest
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા પંદર દિવસ થી અરવલ્લી જિલ્લામાં નીકળતા કોરોનાના કેસો થી ચિંતિત છે. કેસો ની વિગત વાર માહિતી જોતાં તેમાં ખાસ કરીને મોડાસા શહેરી વિસ્તારમાં કેમ કે મોડાસા જિલ્લા મથક, ટ્રાન્સપોર્ટ ઉધોગ તેમજ હોલસેલ વેપારીઓ તેમજ જી.આઇ.ડી.સી વિગેરે કારણે પબ્લીક અવર જવર વધુ હોય છે. જેના લીધે સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળે છે.પ્રવર્તમાન સ્થિતિમાં વધુ કેસો નોધાયેલ હોય તેવા શહેરોમાં જવાનું ટાળવું હિતાવહ છે. તેમજ મોડાસા શહેરમાં પ્રમાણમાં કોરોના ના કેસો વધુ હોય જિલ્લાના અન્ય તાલુકા માથી મોડાસા શહેરમાં બિનજરૂરી અવરજવર ન કરવી હિતાવહ છે.ઉપરોકત બાબતો ધ્યાને અરવલ્લી જિલ્લા તેમજ મોડાસા શહેર જનતા ને ખાસ જણાવવાનું કે આ તબક્કે ખુબજ કાળજી રાખવા ની જરૂર છે.બિનજરૂરી ઘર ની બહાર જવાનું ટાળો. બહાર થી ઘરે આવ્યા પછી તરત જ સાબુ થી હાથ ધોવા.આપ ઘર થી બહાર નીકળો ત્યારે તે વખતે માસ્ક અચુક પહેરવો,સેનીટાઇઝર નો ઉપયોગ કરવો,સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, એક વ્યક્તિ થી બીજી વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછું ૩ થી ૪ ફૂટ જેટલું અંતર રાખવુ. કામ માટે બહાર અવર જવર કરતાં વ્યક્તિ માં તાવ,શરદી,ખાંસી જેવા લક્ષણો જણાય તો તે વ્યક્તિ ને સારવાર માટે તાત્કાલિક નજીક ના સરકારી દવાખાના માં નિદાન અને સારવાર કરાવવી. જે કોઈ કોરોના પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેઓએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજી ૧૪ દિવસ સુધી પોતાના જ ઘરમાં હોમ ક્વોરેન્ટાઇન થઇને રહેવું. અને કઈ તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લેવી તેથી રોગની ગંભીરતા અને મરણ અટકાવી શકાય॰સતત સાવચેતી કાળજી અને સ્વબચાવ રાખી પોતાને અને પોતાના પરીવાર તેમજ સમાજને કોરોના રોગના ચેપથી બચાવવા માટે સહભાગી થવાજિલ્લા વહીવટીતંત્રતથા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની નમ્ર અપીલ છે. વધુમાં ઘરે રહો, સુરક્ષિત રહો”,સાવચેતી એજ સલામતી છે એમ જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *