રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાના પાલડી ગામે રહેતા વીરાભાઇ બારૈયા ઉ.વ.૭૫, હીરૂબેન રેવાભાઇ, નાનીબેન ભાયાભાઇ, રતનબેન સહીતના મુસાફરો પાલડી ગામેથી રીક્ષામાં ઊના તરફ આવતા હતા. એ દરમ્યાન વાંસોજ-ખંઢેરા ગામ વચ્ચે છકડો રીક્ષાની એક્ષલ તુટી જતાં અચાનક પલ્ટી ખાઇ ગયેલ હતી. અને રીક્ષામાં બેઠેલા તમામને નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે ઇમરજન્સી ૧૦૮ દ્વારા તાત્કાલીક ઊના સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં વીરાભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા સારવાર દરમ્યાન તેમનું મોત નિપજેલ હતું. અને ઇજાગ્રસ્ત મહીલાઓને પ્રથમ ઊના ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે બહાર રીફર કરેલ હોવાનું જાણવા મળેલ છે. જોકે આ અકસ્માતમાં વૃધ્ધનું મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યુ હતું. આ ઉપરાંત ઊના કંસાર ગામ વચ્ચે કાર તેમજ બુલેરો વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયેલ હતું. આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોચી હોવાનું જાણવા મળેલ છે.