રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે ત્રણ કોરોના કેસ પોઝિટિવ આવતા ૨ પુરૂષ તથા એક મહિલાને સારવાર હેઠળ વેરાવળ ખસેડેલા છે. આ કોરોના કેસના પોઝીટીવ આધેડ જાનાભાઈ કાનાભાઈ બલદાણીયા ગીરગઢડા મામલતદાર કચેરીએ કામ સબબ આવેલા હતા અને જેને જેને મળ્યા હતા તે લોકો જેમા નામ.મામલતદાર જેઠવા, કિશોરભાઈ વાઘેલા તથા જીગરભાઈ રાખોલીયા અને રાજેશભાઈ પુનાભાઈ ભીલને આજરોજ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. ગીરગઢડા મામલતદાર કચેરીને સંપૂર્ણ પણે સેનેટાઈઝ કરવામાં આવી હતી અને ધોકડવા ગામની ઢોળા શેરીને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરી શીલ કરવામાં આવેલ હતી. તેમજ ધોકડવા ગ્રામ પંચાયતના સરપંચે ધોકડવા ગામ તા.૨૩/૬ થી બીજી સુચના ન મળે ત્યાં સુધી નાના મોટા ધંધા રોજગાર દુકાનો બંધ રાખવા એલાન કર્યુ હતુ અને દવા તેમજ દુધ અને આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવ્યું હતુ.