ગીર સોમનાથ: તુલસીશ્યામ તિર્થ ધામ થી માટી અને જળ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિરના માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોકલવામાં આવ્યું.

Chhota Udaipur
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ ઉના શહેર દ્વારા અયોધ્યા માં નિર્માણ થનાર ભવ્યાતિભવ્ય શ્રી રામ મંદિર ના પવિત્ર કાર્ય માં સંતો દ્વારા દેશ ના સુપ્રીસિદ્ધ અને પ્રાચીન તીર્થ સ્થાનો ની પવિત્ર ભૂમિ ની માટી અને પવિત્ર જળ પહોંચાડવા ના હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કાર્ય સમગ્ર દેશ થઈ રહ્યું છે.તે સંદર્ભે અમો એ પવિત્ર ધામ એવા તુલસીશ્યામ મંદિર ની પવિત્ર માટી અને પવિત્ર જળ મંદિર ના પૂજારી શ્રી કાનુદાદા એ અમને અર્પણ કરેલ છે.મંદિર ના ટ્રસ્ટી શ્રી રંજીતભાઈએ બધી જ વ્યવસ્થા કરી આપી પુરા ઉત્સાહ સાથે અમો ને પવિત્ર માટી અને જળ આપેલ છે આ કાર્ય માં વિહિપ ગીર સોમનાથ જિલ્લા સહમંત્રી રામજીભાઈ પરમાર,વિહિપ ઉના નગર અધ્યક્ષ નિપુલભાઈ શાહ,ઉપાધ્યક્ષ ભાવેશભાઈ સાખટ, સંગઠન મંત્રી મોણપરા સાહેબ,વિકિભાઈ અને ગોપાલભાઈ આ કાર્ય આગળ વધારી જળ અને પવિત્ર માટી અયોધ્યા મોકલવા વિહિપ ગીર સોમનાથ જિલ્લા ટીમ ને મોકલી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *