રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ માં આવેલી એક ડુંગરી ઉપર વર્ષોથી સપને સ્વર મહાદેવ નું મંદિર સ્થાપિત કરેલ છે આ મંદિરની સામે પોલીસ તંત્ર દ્વારા તંબુ તાણી દેવામાં આવેલ છે જેને લઇને ગામ લોકોએ ભારે વિરોધ દર્શાવ્યો છે અને પોલીસ વિભાગના કર્મચારીઓને પૂછતા આ કર્મચારીઓએ ગામ લોકોને જણાવ્યું હતું કે આતંકવાદી આવવાના હોવાથી આ તંબુ અહીં લગાડવામાં આવે છે પરંતુ ગામ લોકોનું કહેવું છે કે આ તંબુ તત્કાલ અસરથી હટાવવામાં આવે.અમારા ગામમાં તંબુ ને હટાવાની માંગને લઇ ગતરોજ અમોએ વહીવટદાર કચેરી એ પણ આવેદનપત્ર આપેલ છે તેમ છતાં પણ હજી સુધી આ તંબુ ને હટાવવામાં આવ્યો નથી અને જ્યાં સુધી આ તંબુ હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમોએ અહીં બેસી રહીશું અને ધરણાં કરીશું સરદાર સરોવર નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના (સટ્ટા મંડળના) અધિકારીઓએ અમારી જમીન ઉપર બળજબરીપૂર્વક ફેન્સીંગ કરી દીધું છે તથા અમોને ખેતી પણ કરવા દેતા નથી આમ તે લોકો અમારી જમીન પડાવી લેવા માંગે છે અને અમોને દિન-પ્રતિદિન માનસિક રીતે હેરાન કરી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિકાસ માં અમો એ પણ અમારી અમૂલ્ય જમીનો ગુમાવી છે તેમ છતા પણ અધિકારીઓ અમોને રોજ માનસીક પ્રેસર આપી રહ્યા છે અધિકારીઓને આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પોલીસ બળનો ઉપયોગ કરીને અમોને પરેશાન કરવામાં આવી રહ્યા છે.આમ ગામના લોકો એ ઉગ્ર વિરોધ કર્યો હતો.