ભાજપા મહિલા અગ્રણી ભારતીબેન તડવીના સહયોગથી નગરપાલિકા સદસ્ય કિંજલબેન તડવી દ્વારા કોરોનાની મહામારીમાં જીવન જરૂરિયાત વસ્તુઓ આપી માનવતા ભર્યું કામ.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા

ભાજપા મહિલા અગ્રણી ભારતીબેન તડવીના સહયોગથી નગર પાલિકા સદસ્ય કિંજલબેન તડવી દ્વારા લોકડાઉન સમયમાં પણ અલગ-અલગ સેવાકીય કાર્ય કરવામાં આવ્યા. શરૂઆતના લોકડાઉનના સમયમાં ફરજ બજાવતા પોલીસ કર્મી તથા હોમગાર્ડના જવાનો તથા ગરીબ લોકોને બપોરના સમયે ચા અને નાસ્તો આપી માનવતાનું ઉદાહરણ પૂરું કર્યું છે. લોકડાઉન દરમિયાન આદર્શ નિવાસી શાળામાં રોકાયેલ પરપ્રાંતી લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી તથા જિલ્લામાં આવેલ તાલુકાના ગામડામાં 400થી ઉપર વિધવા મહિલાઓને અનાજ અને શાકભાજી નું વિતરણ કરવામાં આવ્યું હતું અને શહેરી વિસ્તારમાં જરૂરિયાત મંદ લોકોને અનાજની કીટ અને જીવન જરૂરિયાત વસ્તુઓ આપી માનવતા ભર્યું કામ કર્યું છે.આ સેવાકાર્યમાં આયોગ ચેરમેન ભારતીબેન તડવી , મયુર ભાઈ તડવી, ગિરિરાજ સિંહ ખેર, રાહુલ ભાઈ તડવી હરકિશન પંચાલ, વિજય ભાઈ તડવી પૃથ્વીરાજસિંહ સેલોત અને ફાલ્ગુનભાઈ તડવી અને કિંજલબેન તડવી આ સેવાકાર્યમાં જોડાયા હતા. નગર પાલિકા સદસ્ય કિંજલબેન તડવી લોકડાઉન સમયથી લોકો કોરોનાના સંક્રમણથી બચી શકે તે માટે સ્વખર્ચે માસ્ક વિતરણ કરી રહ્યા છે. રાજપીપળામાં નાનો વ્યવસાય કરતા લોકોને મદદરૂપ થવા માટે તેમની પાસે માસ્ક બનાવડાવી ગરીબ પરિવારોમાં વિનામૂલ્યે માસ્ક વિતરણ કરી રહ્યા છે. કિંજલબેન તડવી સાથે આ સેવાકાર્યમાં નીતાબેન ગોસ્વામી પ્રેમસિંગ વસાવા તથા વીરસીંગભાઇ તડવી પણ જોડાઇને સેવા કાર્ય કરી રહ્યા છે,અને આગળ પણ ગરીબ પરિવારોને જરૂરિયાત પડશે તો મદદરૂપ થવા માટે તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *