રિપોર્ટર: વિમલ પંચાલ,નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાં ૧૮ દિવસ બાદ નસવાડીના મુખ્ય કવાંટ રોડ ભરચક વિસ્તારમાં રહેતા સહબાજ સલીમભાઈ મેમનને તાવ આવ્યા બાદ વધુ સારવાર માટે બોડેલીથી વડોદરા લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોનાનો રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. અગાઉ ગઠબોરીયાદ બેંક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે વિસ્તારને કોરન્ટાઇન કરી સીલ કરાયો હતો. અને ત્યાર બાદ નસવાડીના કવાટ રોડના ભરચક વિસ્તારમાં કોરોના પોઝિટિવનો કેસ આવ્યા બાદ તાલુકાના આરોગ્ય વિભાગે ૩૨ વ્યક્તિઓને કોરન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે.