રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ તિરુપતિ કોમ્પલેક્ષ આગળ વેપારી અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો ત્રાહિમામ નગરપાલિકામાં અવાર નવાર છેલ્લા ત્રણ માસથી લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં ગટરનાં ઊભરાતાં પાણીમાંથી લોકોને પસાર થવું પડે છે કોઈ ગંભીર બીમારી સર્જાશે તો તેની જવાબદારી નગરપાલિકા આરોગ્ય ખાતુ અને ઉચ્ચ અધિકારીઓની રહેશે અને પ્રશ્ન હલ નહીં થયો તો આજુબાજુના પાંચ વિસ્તારના લોકો ધરણા ઉપર ઉતરશે.
વિરમગામ તિરુપતિ કોમ્પ્લેક્ષના ખાંચા આગળ છેલ્લા અઢી-ત્રણ માસથી ગટરનું દૂષિત પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યું છે તિરુપતિ કોમ્પ્લેક્ષના અને ખાંચામાં વેપારીઓએ લોકડાઉન માં ધંધો થયો નથી અને અત્યારે પણ આ વ્યાપારીઓ વ્યાપાર કરી શકતા નથી કારણ કે ગટરનું દૂષિત પાણી છે કાદવ કીચડ છે આવી પરિસ્થિતિમાં ગરાગ આવે નહીં વેપારીની આજીવિકાનું શું હવે વાત કરીએ આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોની મજબૂરી છે કે ત્યાંથી પસાર થવું પડે છે રહેણાંક વિસ્તારના લોકોને ભયંકર માંદગીનો ભય સતાવી રહ્યો છે રહેણાંક વિસ્તારવાળા લોકો એ વિરમગામ નગરપાલિકા માં લેખિત અને મૌખિક જાણ કરેલ છે તેમ છતાં પ્રશ્નો હલ થતો નથી વિરમગામ નગરપાલીકા લાલીયાવાળી ચલાવી રહી છે અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે તે ગંભીરતા નગરપાલિકાને જણાતી લાગતી નથી આ વિસ્તારના લોકો જાય તો જાએ કહાં કોને રજૂઆત કરે પ્રશ્નનું નિરાકરણ આવશે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે ત્યાંના સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો પ્રશ્ન હલ નહીં થાય તો અમો પાંચ વિસ્તારના લોકો ધારણા ઉપર ઊતરીશું અને જો આ કોરોના કાળમાં કોઈ ગંભીર બીમારીનો ભોગ બનશે તેની જવાબદારી વિરમગામ નગરપાલીકા આરોગ્ય ખાતુ અને ઉચ્ચ અધિકારીની રહેશે.