શહેરા તાલુકાના પાલીખંડા ગામ નજીક મરડેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ ઉપર એસ.ટી.બસ અને એકટીવા વચ્ચે અકસ્માત થતા બે યુવતીઓને ઈજા પહોચી છે.તેમને સારવાર અર્થે ગોધરા સિવીલ ખાતે ખસેડવામાં આવી છે.
શહેરા તાલુકાના મરડેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતા હાલોલ શામળાજી હાઈવે માર્ગ પાસે રોડ પરથી એકટીવા ઉપર બે મહિલાઓ સવાર થઈને જતી હતી તે વખતે સુરત થી લુણાવાડા તરફ જતી એસ.ટી. બસ વચ્ચે ટકકર થવા પામી હતી જેના પગલે બંને યુવતીઓ રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. એસ.ટી.બસનો ચાલક બસ મુકીને ત્યાથી ફરાર થઈ જવા પામ્યો હતો.બનાવના પગલે લોકટોળા એકઠા થઈ ગયા હતા. અને ૧૦૮ ને જાણ કરવામા આવી હતી.ત્યાથી સારવાર માટે ગોધરા ખાતે ખસેડવામા આવી હોવાનું જાણવા મળેલ છે.આ અકસ્માત નો ભોગ બનનાર બે યુવતીઓ શહેરાના સિંધી સમાજની હોવાનુ જાણવા મળેલ છે.