રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
જે અમરેલી જિલ્લાનાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદીને કિનારે આવેલુ મંદિર છે ખોડિયાર માતાજી જયાં બિરાજમાન છે તેની ચારેય તરફ મોટા મોટા ડુંગરા કોતરો અને ઝરણા વહે છે આ કુદરતી સૌંદર્યમાં અષાઢીબીજ પર મેળાનું આયોજન સાથે ભાવભેર દર વર્ષે ઉજવણી કરાતી ત્યારે કોરોના મહામારીને ધ્યાને રાખી આજરોજ માતાજીના મંદિરે માત્ર ધ્વજા બદલી અને માતાજીને પ્રસાદ ના થાળ ધરીને સરકારની ગાઈડલાઇન્સ મુજબ શ્રદ્ધા પૂર્વક મંદિરના દ્વાર ખોલ્યા.