કોરોના વાઇરસનો ચેપ પ્રસરી નહીં તેને ધ્યાનમાં રાખી તા.૨૫ માર્ચ થી શરૂ થતી ચૈત્રી નવરાત્રી અગાઉ તા. ૧૯ માર્ચ થી 31 માર્ચ સુધી શક્તિપીઠ પાવાગઢ ખાતે બિરાજ મા કાલીના દર્શન ભાવિક ભક્તો માટે બંધ કરાતા તળેટીથી માંચી , ડુંગર તરફ જવાના માર્ગ પર તંત્ર દ્વારા બેરિકેડિંગ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુરૂવાર સંધ્યા આરતી બાદ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ કરાતા ડુંગર પર ભીડ એકઠી ન થાય તેથી તંત્ર દ્વારા તળેટીથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.જેથી પાવાગઢ ડુંગર હાલ બિલકુલ સુમસામ જોવા મળી રહ્યું છે.
વ્યાપાર ધંધા કરતા લોકોએ પણ સામૂહિક બંધ રાખતા માંચી થી ઉપર બાવા બજાર તેમજ અન્ય બજારો સુમસામ જણાય આવે છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ પાવાગઢ ડુંગર પર આ પ્રકારનો સન્નાટો ઈતિહાસમાં પ્રથમ વખત થયો હોવાનું જણાવાઈ રહ્યું છે.