હાલ સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં શાળાઓ બંધ છે ગુજરાતમાં પણ કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે.ત્યારે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્કૂલ કોલેજો બંધ છે તેથી બાળકો ને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને ટીવી ના માધ્યમથી પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.ત્યારે પંચમહાલ જિલ્લાના શિક્ષણ અધિકારી પંચાલ સાહેબ કાલોલ તાલુકાના ડેરોલ ગામની મુલાકાતે આવ્યા હતા.ત્યાં તેઓએ ડેરોલગામ હાઈસ્કૂલ ની મુલાકાત લીધા બાદ તેઓ ઘરે આભ્યાસ કરતા બાળકો ના ઘરે જઈ ને બાળકો ના આભ્યાસ અંગેની વિગતો મેળવી હતી.
