રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉન બાદ અનલોક -૧ માં મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. કોરોના કેસની સંખ્યા ૧૪૨ પર પહોંચી છે છેલ્લા ચાર દિવસમાં અચાનક કેસમાં વધારો થયો છે ત્યારે કોરોના સામે લડવા માટેનું સૌથી મજબુત શસ્ત્ર માસ્ક અને સોશિયલ સોશિયલ ડિસ્ટન્સીન્ગનું પાલન જરૂરી છે તેવામાં લુણાવાડા મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ જાણે કોરોના નાબુદ થઇ ગયો હોય તેમ નિયમોનું પાલન કરાવવામાં ઉણા ઉતરી રહ્યા છે. મામલતદાર કચેરીની પુરવઠા શાખા અને જન સેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી જેમાં તેને નિયંત્રણ કરનાર કોઈ નહોતું સોશિયલ ડિસ્ટન્સીન્ગના ધજાગરા વચ્ચે અધિકારીઓ પોતાની ચેમ્બરમાં સોશિયલ ડિસ્ટન્સીન્ગ જાળવી પોતાના આરોગ્યની રક્ષા કરતાં જણાઈ રહ્યા હતા.