નર્મદા: કેવડિયા આદિવાસીઓના પવિત્ર ડુંગર પરથી તાત્કાલિક પોલીસ તંબુ હટાવવા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

ગ્રામજનો નું કેહવું છે કે કેવડિયા ડુંગર પર આદિઅનાદી કાળ થી પવિત્ર ડુંગર છે જેની પર આદિવાસી ઓના આરાધ્ય દેવ બિરાજમાન છે ત્યાં ડુંગર પર મંદિરની આગળ પોલીસએ તંબુ બાંધી અમારાં આરાધ્ય દેવ,ભગવાન અને આદિવાસી સમાજ નું અપમાન કર્યું છે જેથી પોલિસ અમારાં આસ્થા ના ડુંગર પર થી તુંરત પોલિસ તંબુ હટાવી લે તેવી આદિવાસી સમાજ ની માંગ છે..

કેવડિયા ડુંગર પર પોલિસે આજે તંબુ બાંધી આદિવાસી ઓની ધાર્મિક લાગણી દુભાવી છે જેને માટે પોલીસ આદિવાસી સમાજ ની માફી માંગી તત્કાળ આ ડુંગર પરથી પોલીસ તંબુ હટાવે તેવી માંગ આદિવાસી સમાજ કરે છે.. આ તમારી પોલીસ ચોકી નથી અમારાં આદિવાસી ઓનો પવિત્ર ડુંગર છે ,જો પોલીસ તંબુ નહી હટાવે તો આદિવાસી સમાજ ની સાથે સાધુ- સંતો, મહંતો, ભગતો તેની સામે મોરચો ખોલશે. તેમજ આદિવાસી સમાજની સામાજિક અને ધાર્મિક લાગણી દુભાવવા અંગે જવાબદાર તમામ અધિકારીઓ પર કાનુની કાર્યવાહી કરીશું તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *