રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
રાજુલા જાફરાબાદ વિસ્તાર ના 16 જેટલા કોન્ટ્રાક્ટરો એ સીંટેક્સ કંપની ને બાકી પેમેન્ટ માટે નોટિસ આપી કંપની ના મુખ્ય મેનેજર અમદાવાદ તેમજ સીંટેક્સ કંપની ના મેનેજર ને તમામ ને નોટિસ આપી જિલ્લા કલેકટર .જિલ્લા મુખ્ય પોલીસ અધિકારી તેમજ જાફરાબાદ પી.એસ.આઈ તેમજ લાગતા વળગતા તમામ વિભાગ ને બાકી પેમેન્ટ માટે જાણ કરી જો પેમેન્ટ નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે તેમજ કોર્ટ ના બારણાં ખટ ખટ આવવાની ફરજ પડશે રાજુલા જાફરાબાદ વિસ્તાર ના કોન્ટ્રાક્ટરો જેવા કે ખોડીયાર કન્ટ્રકશન. શિવ એન્ટરપ્રાઇઝ .શ્યામ એન્ટરપ્રાઇઝ તેમજ ધીરુભાઈ ખુમાણ જેવા કોન્ટ્રાક્ટરો ના 30 કરોડ રૂપિયા જેવી રકમ બાકી હોવાનું જણાવે છે. આ સિવાય ગુરુકૃપા એન્ટરપ્રાઇઝ,મારુતિ કન્ટ્રકશન,આસ્થા કન્ટ્રકશન જય માતાજી કન્ટ્રકશન,સોમનાથ એન્ટરપ્રાઇઝ,પંચામૃત એન્ટરપ્રાઇઝ જેવા અને કોન્ટ્રાક્ટરો ના આ કંપનીમાં રૂપિયા ફસાયા કંપનીના મેનેજરો આ કોન્ટ્રાક્ટરને જવાબ ન આપવાના કારણે આ કોન્ટ્રાક્ટરને કાયદાકીય રાહે જવાની ફરજ પડી છે કંપનીના તમામ કામ નિયમ મુજબ સમયમર્યાદામાં પૂર્ણ કર્યા હોવા છતાં આ કંપની પેમેન્ટ ન કરતી હોવાના કારણે આ કોન્ટ્રાક્ટરો મેદાનમાં આવ્યા છે.