રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સુત્રાપાડા તાલુકામાં ગોરખમઢી મુકામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આવેલ છે તેમાં ધોરણ 9 થી 12 સુધીની છોકરીઓની હોસ્ટેલ આવેલ છે. તેમાં ધોરણ 10 અને 12ની છાત્રાઓ નું જળહળ તું પરિણામ મળેલ છે. ગુજરાત રાજ્યમાં 240 કેજીબીવી આવેલી છે જેમાં ધોરણ 10માં ૧ થી ૫ માં બે છોકરીઓ ગોરખમઢી કેજિબિવીની આવેલ છે જેનું નામ છે મોરી યશસ્વીબેન પી. જે જિલ્લામાં પ્રથમ તેમજ રાજ્યમાં બીજા નંબર પર આવેલ છે તેમજ ચુડાસમા મમતાબેન એમ. જે જિલ્લામાં બીજો તેમજ રાજ્યમાં પાંચમાં નંબર પર આવેલ છે. તેમજ ધોરણ 10માં કેજીબીવી ગોરખમઢીનું સમગ્ર પરિણામ 92 ટકા ઉપર આવેલ છે, તેવી જ રીતે ધોરણ 12 માં પણ કેજીબીવી ગોરખમઢીની છોકરીઓ ગીર સોમનાથની કેજીબીવીઓમાં પ્રથમ 3 નંબર પર આવેલ છે જેમાં પ્રથમ વાણવી જલ્પાબેન પી, બીજા નંબરે સોલંકી હીના બેન સી, ત્રીજા નંબરે સોલંકી દિવ્યાબેન સી. આવેલ છે જેણે ગીરસોમનાથ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ બાળાઓને વોર્ડન માયાબેન તથા રેખાબેન તથા સી.આર.સી.કો-ઓર્ડીનેટર ભાવેશભાઈ પંપાણિયા તેમજ જિલ્લા જેન્ડર કોર્ડીનેટર કિરણબેન એ શુભેચ્છાઓ આપી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કૈલા સાહેબે સમગ્ર કેજીબીવી સ્ટાફને અભિનંદન આપી અને માર્ગદર્શન પૂરું પાડેલ છે, તેમજ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઈ પરમારે શુભેચ્છાઓ પાઠવી છે અને જરૂર જણાય ત્યાં પૂરો સહકાર આપવાની ખાતરી આપી છે.