રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઓછી વ્યક્તિઓ અને સામાજિક અંતરના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યો.
દાહોદ: ફતેપુરા તાલુકામાં સીવીલ કોર્ટના નવનિર્મિત ભવનનું દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી રશીદા એમ.વોરાના હસ્તે આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ સંક્રમણને કારણે આ લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ ઓછી વ્યક્તિઓ અને સામાજિક અંતરના નિયમોના પાલન સાથે કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં બીજા અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી એસ.આઇ. ભોરણીયા, ફતેપુરાના મુખ્ય સીવીલ જજ શ્રી એ.એ.દવે, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી આર.વી.પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી વી.કે.ભાભોર, બાર એસોસીએશનના પ્રમખશ્રી એસ.વી. ઉપાધ્યાય પણ ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા સીવીલ કોર્ટની કાર્યવાહી આજ રોજ થી આ મુજબના સરનામે ચાલશે. પ્રિન્સીપાલ સીવીલ કોર્ટ, કરોડીયા પૂર્વ, ફતેપુરા ૩૮૯૧૭૨, તા. ફતેપુરા, જિલ્લો દાહોદ. જેની સર્વે નાગરિકોને નોંધ લેવા જણાવાયું છે.