રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નજીક વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા કરોડો રૂપિયાના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે જેમાં યુ.ડી.એસ.સર્વિસ વિભાગમાં જાન્યુઆરી ૨૦૧૮ થી અમુક કર્મચારીઓ અલગ-અલગ કામો કરી પોતાની ફરજ બજાવી રહ્યા હતા તથા આ લોકો જે એજન્સી ની અંદર માં કામ કરી રહ્યા હતા તે એજન્સીના સંચાલકો દ્વારા નિયમિત પગાર ન ચૂકવાતા તથા ફેબ્રુઆરી ૨૦૨૦ થી આજદિન સુધી પગાર ના ચુકવાતાં તેઓને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે જેને લઇને આ કર્મચારીઓમાં રોષ ની લાગણી વ્યાપી છે યુ.ડી..એસ સર્વિસ માં કામ કરતા કર્મચારીઓનું કહેવું છે કે અમે વારંવાર એજન્સીના સંચાલકો ને આ બાબતે રજૂઆત કરી છે તેમ છતાં પણ તેઓ અમારી વાત માનતા નથી અને અમને કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપતા નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિકાસ માં અમે અમારી જમીન પણ ગુમાવી છે અને અમારા કુટુંબ પરિવાર નો સંપૂર્ણ આધાર અમારી પર છે તેમ છતાં પણ નિયમિત પણે પગાર ના ચુકવાતાં અમોને નોકરીમાંથી છૂટા કરી દીધેલ છે અને અમોને એજન્સી દ્વારા કોઈપણ પ્રકારની નોટીસ પણ પાઠવવામાં આવી નથી હાલમાં કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે તથા લોકડાઉંન ચાલી રહ્યું છે આવી કપરી પરિસ્થિતીમાં ગુજરાત સરકારના આદેશનું પણ એજન્સીઓ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે શું આવી એજન્સીઓ સામે સરકાર યોગ્ય પગલા લેશે? કે કેમ તે જોવું રહ્યું છે.