રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ સહિતની વસ્તુઓમાં ભાવ અંકુશમાં રાખી ગરીબ મધ્યમ વર્ગના લોકોના ખાતામાં 10 હજાર રૂપિયા જમા કરવા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત.
હાલમાં કોવિડ ૧૯ મહામારીએ ભરડો લીધો છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ જીવન નિર્વાહ કરવો ખુબ જ મુશ્કેલ બન્યો છે. ત્યારે સરકાર દ્વારા રાંધણ ગેસ ,પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.
આજ રોજ માંગરોળ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર મારફતે મુખ્યમંત્રી વિજય રુપાણીને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું . જેમાં રાંધણગેસ, પેટ્રોલ, ડિઝલમાં વસૂલવામાં આવતો વધારાનો ટેક્સ માફ કરવા અને ગરીબ મધ્યમ વર્ગના લોકોને માસિક 10 હજાર રૂપિયા સહાય કરવાની માંગણી કરવામાં આવી હતી.
આ આવેદનપત્રમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હારુન જેઠવા, પાલિકા પ્રમુખ યુસુફ સાટી, તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઈ પરમાર, અનુસૂચિત જાતિ પ્રદેશ આગેવાન વીરેન્દ્ર મકવાણા સહિત કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા.