રિપોર્ટર: વિક્રમ સાંખટ
કોરોનાની મહામારી વચ્ચે બ્લડ બેન્કમાં બ્લડની અછત નિવારવા ડીંડોલીમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કોરોના વૈશ્વિક રોગચાળાના કારણે સુરત શહેરની તમામ બ્લડ બેન્કમાં લોહી ન મળવાના કારણે દર્દીઓ અને ડોક્ટરઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બ્લડ બેન્કમાં લોહીની અછત વર્તાતા મહાદેવ નગર ૪ માં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ડીંડોલી ખાતે સ્વરાજ્ય ગ્રુપના રાજા પાટીલ શિવા ફ્રેન્ડ્સ ગ્રુપના પંકજ પાટીલ, કુંદન પ્રિન્ટીંગ પ્રેસ સાથે મળીને રકતદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા માટે ઉમટી પડયા હતા. આ કેમ્પમાં કુલ 101 યુનિટ રકત એકત્રિત કર્યું હતું.