રિપોર્ટર: વિક્રમ સાંખટ
સુરતમાં વરાછા વિસ્તારમાં ગાયત્રીનગર પાસે શાકમાર્કેટમાં લોકો શાકભાજી લેવા માટે જાય છે ત્યારે શાકભાજીનાં બજારમાં કોઈપણ જાતનું સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગનુ પાલન થતું નથી અને અમુક શાકભાજીના વેચાણ કરતાં લારીવાળા માસ્ક પણ પહેરતા નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ કોઈપણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી, પછી કોરોના ના કેસમાં વધારો થાય તે નવાઈની વાત ન કહેવાય પછી આના જવાબદાર જાહેર જનતા જ હશે.
