રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાને જાફરાબાદ તાલુકા મહામંત્રી તુષાર ત્રિવેદીએ રાજીનામું આપ્યું.
સવિનય બહુ જ દુઃખ સાથે આ પગલું ભર્યું છે કે ગઈ કાલે દ્વાવાકામા ભારતીય જનતા પાર્ટીના પુર્વ ધારાસભ્યએ બાપુ સાથે જે ગેરવર્તન કર્યું તથા અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તે ભારતીય જનતા પાર્ટીના પોતાના સંસ્કાર નથી અને ભાજપ હમેશા સાધુ સંતોની પડખે ઉભું છે. આવા સંતોની વિશ્વમાં જેમની ગણતરી થાય છે. હમેશા સત્ય પ્રેમ કરુણામાં માને છે તે સાધુનું અપમાન હુ સહન કરી શકું નહીં એટલે હુ આ હોદ્દા ઉપરથી રાજીનામું આપુ છું.તેવું જણાવી તુષાર ત્રિવેદીએ રાજીનામું આપ્યું.