રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિયમિત વીજળી આપવા પૂર્વ ધારાસભ્યએ ઉર્જામંત્રીને રજુઆત કરી છે. ચોમાસાની સીઝનમાં જ વારંવાર વાડી વિસ્તારમાં લાઈટ ગુલ થવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ ઉર્જામંત્રી સૌરભ પટેલને રજુઆત કરતા જણાવ્યું હતું કે, રાજુલા વિસ્તારમાં અવાર નવાર વીજળી ફરિયાદો ઉઠી છે. અહીં વાડી વિસ્તારમાં લાઈટ નિયમિત આવતી નથી. ક્યારેક તો કલાકો સુધી વીજ ફોલ્ટ રીપેરીંગ થતા નથી. આ બાબતે વારંવાર વિદ્યુત બોર્ડમાં રજુઆત કરી છે. પણ વીજ તંત્રને સ્ટાફના અભાવે વીજળી આપવામાં મુશ્કેલી છે. તેવું રટણ કરી રહ્યા છે.
રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની સીઝનમાં અનિયમિત વીજળીના કારણે ખેડૂતોને માલ ઢોર માટે પાણીની વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાંથી વીજળી ઉઠતી ફરિયાદોનો નિકાલ કરવા માંગ છે. આમ, નિયમિત વીજળી ન મળતા આસપાસના ખેડૂતોને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.