એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ, વેજલપુર જે આદિજાતિ વિકાસ દ્વારા તથા નવરચના એજ્યુકેશન સોસાયટી, બરોડા બંનેના સહયોગથી ચાલે છે. એસ.એસ.સી બોર્ડના પરિણામમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ, વેજલપુરના વિદ્યાર્થીઓનું ખુબ શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ૫૩ વિદ્યાર્થીઓ એ એસ.એસ.સી બોર્ડની પરીક્ષા આપી હતી ને શાળા નું ૧૦૦% પરિણામ આવ્યું.વિધાર્થીઓએ સાબિત કરી દીધું કે અડગ મનના મુસાફર ને હિમાલય પણ નડતો નથી વિષમ પરિસ્થિતિ માં પણ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી વિદ્યાર્થીઓ એ સ્કૂલ અને તેમના માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.આવી જવલંત સફળતા પ્રાપ્ત કરવા બદલ અને શાળાનું નામ રોશન કરવા બદલ આચાર્ય ભદ્રેશભાઈ સુથારએ તમામ બાળકોને તેમજ તે વિદ્યાર્થીઓને સફતા આપાવનાર શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓને હૃદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.
Home > Madhya Gujarat > Kalol > પંચમહાલ: એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સતત ૧૦ વર્ષથી ૧૦૦% પરિણામ લાવતી પંચમહાલ જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્સીઅલ સ્કૂલ.