મોરબી : શિરોઈ ગામની બ્રાહ્મણી નદીમાં માનસર ગામના યુવાનની લાશ ૧૮ કલાક બાદ પાણીમાંથી બહાર ‌‌મળી આવી

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદ તાલુકાના ‌‌શિરોઈ ગામની બ્રાહ્મણી નદીમાં ચાર જેટલા યુવાનો નદીમાં ન્હાવા પડયા હતા.‌ થોડીવાર‌મા ત્રણ મિત્રો પાણીમાંથી બહાર નીકળી ગયા હતા. જેમાં માનસર ગામનો ૨૨ વર્ષનો યુવાન ન્હાવા પડ્યા બાદ પાણીમાંથી બહાર ન નીકળતા પાણીમાં ડૂબી ગયો હતો. ત્યારે સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો ત્યારે ‌સોમવારે વારે મોડી રાત્રે પાણીમાંથી બહાર લાશ મળી આવી હતી. આમ ૧૮ કલાક બાદ મૃતકની લાશ પાણીમાં મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *