ગીર સોમનાથ: ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ગીર સોમનાથ દ્રારા સઘન ચેકિંગ અભિયાન

Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

નિયમ ભંગ બદલ તમાકુની બનાવટ કે વેચનાર ૬૪ દુકાનદારોને રૂા.૧૧૯૫૦નો દંડ

ગીર સોમનાથ : ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ ગીર સોમનાથ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ કામગીરીમાં આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત, ગીર સોમનાથના ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ તેમજ પોલીસ વિભાગે તેમનું યોગદાન આપ્યું હતું.

ખાસ કરીને કોટપ 2003 ની કલમ ૬(અ) અન્વયે ૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી તે ગુનો બને છે, અને તમાકુ કે તમાકુની બનાવટ વેચનાર દુકાનદારે તેમની દુકાન પર ૬૦*૩૦ સેમી સાઈઝનું બોર્ડ પણ લગાવવાનું ફરજીયાત હોય છે. જિલ્લામાં આવી ઘણી બધી દુકાન ઉપર દુકાનદારો દ્વારા આવા બોર્ડ લગાવવામાં આવેલ ન હતા. તેથી આ ટીમ દ્વારા જિલ્લાની જુદી જુદી જગ્યાએ સઘન તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન અમુક દુકાનદારોએ બોર્ડ લગાવી નિયમનું પાલન કર્યું હતું, કલમ ૬(બ) મુજબ શૈક્ષણિક સંસ્થા ની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટ વેચવી ગુનો બને છે છતાં પણ અમુક દુકાનો શૈક્ષણિક સંસ્થા ની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુની કે તમાકુની બનાવટ વેચતા દુકાનદારો પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જિલ્લાની ટીમ દ્વારા કુલ ૬૪ કેસ કરીને કુલ ૧૧૯૫૦/- રૂપિયાનો દંડ વસુલ કરાયો હતો.

ગીર સોમનાથ જિલ્લાના તમાકુ કે તમાકુની કોઈ પણ બનાવટ વેચનાર દરેક વેપારીઓને નિયમ મુજબ, નિયત સાઈઝમાં “૧૮ વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિઓને તમાકુનું વેચાણ એ દંડનીય ગુનો છે.” જે મુજબનું ચેતવણી દર્શક બોર્ડ લગાડવા અને તેમનું પાલન કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ દરેક દુકાનદારોને સુચન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *