રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનાનાં પી.એસ.આઈ એચ.વી. ચુડાસમા તથા પોલીસ નીલેશભાઈ છગનભાઈ, ભીખુભાઈ, બચુભાઈ, મેહુલ સિંહ, પ્રતાપસિંહ, ધર્મેન્દ્રસિંહ, વિજયભાઈ, અકરમજીતસિંહ, નાઈટ પેટ્રોલીંગમા હતા. ત્યારે ઉના-કોડીનાર હાઈવે રોડ ઉપર એક બોલેરો પીકઅપવાન જી.જે. ૧૪-એક્ષ-૩૯૨૫ વાહન પુરઝડપે ચલાવી રહ્યા હતા જેને રોકાતા ચાલક જહાગીર જમાલભાઈ મહીડા ઉ.વ.૨૧ રે આદસંગ થોરડી તા.સ્તવરકુંડલા જી.અમરેલી તથા તેની બાજુમાં બેઠેલા ભીખાભાઈ વલીભાઈ ચૌહાણ જાતે ઘાંચી મુસ્લીમ ઉ.વ.૩૦ રે. ડોળાસાને રાકોવી પુછપરછ કરતા વાહનમાં પાછળ ટુંકા દોરડા થી ક્રૂરતા પૂર્વક ત્રાસ દાયક રીતે બાંધી પાણી તથા ધાસચારાની વ્યવસ્થા પણ ન હતી રાખી. ભેસ નંગ-૨ ને લઈ જતાં પરમીટ તથા ગ્રામપંચાયત નો દાખલો માંગતા ન આપતાં બંન્નેની સામે આઈ.પી.સી. ૨૭૯-૧૧૪ પશુ પત્યે ઘાતકી વર્તન અટકાવતાનો કાયદો ૧૯૬૦ની કલમ ૧૧(૧) (ડી.ઈ.સી.એફ) (એચ)મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.