રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવનાં વણાંકબારામાં રહેતી દિપાલીકા ચુનીલાલ સોલંકીને વીજ કરંટ લાગતા મૃત્યુ થયુ છે. ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી દિપાલીકા ચુનીલાલ સોલંકી ઉ.વ.૧૭ જે પીવાનું પાણી ભરવા મોટર ચાલુ કરતા, વીજ કરંટ લાગ્યો. જેથી તેને હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કરી. ૧૭ વર્ષની યુવતીનુ આકસ્મિક અવસાન થતા પરીવાર અને કોળી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો.