રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
આજરોજ ઉના તાલુકાના ભાચા ગામ પાસે અંજારા ગામના નારણભાઈ બાંભણીયા ઉ.વ.૨૮ તથા અમરાભાઈ દાનાભાઈ ડોડીયા ઉ.વ.૪૦ બન્ને તેમના મોટર સાયકલ નં.જીજે ૧૧એઈ ૩૫૦૪ ઉપર જતા હતા. ત્યારે ધોકડવા તરફથી એક ડમ્પર નંબર જીજે૧૪એકસ ૫૮૪૭ ના ચાલકે પુર ઝડપે બેદરકારીથી ચલાવી સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા, મોટર સાયકલને અડફેટે લઈ પલ્ટી ખાઈ ગયુ હતુ. અને મોટર સાયકલ સવાર નારણભાઈ બાંભણીયાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતની જાણ ૧૦૮ ને થતા પાઈલોટ રાજાભાઈ ગરચર તથા ઈ.એમ.ટી. નરેશભાઈ વાળા ઘટના સ્થળે પહોચી તાત્કાલીક ઉના ખાનગી હોસ્પિટલે ખસેડેલ છે. ઉના પોલીસને જાણ થતા તે પણ હોસ્પિટલે પહોચી ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉના-ભાચા-ધોકડવા રોડ વળાંકવાળો હોય વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ઘણા એ જીવ ગુમાવ્યા છે. અહીં ગતી રોધક નીશાની મુકાવી જોઈએ તેવી લોકોની માંગ.