રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
જેતપુર શહેર ની બોસમીયા કોલેજમાં કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી ઉઘરાવવામાં આવતી હોવાથી એ.બી.વી.પી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યો છે ફ્રી બાબતે મેનેજમેન્ટ અડગ હોવાથી જ્યાં સુધી લોકડાઉન માં કોલેજ શરૂ ન થાય ત્યાં સુધી ફ્રી નહીં માંગવાની માંગ પર એ.બી.વી.પી એ ધરણાં શરૂ કર્યા હતા. મેનેજમેન્ટની ઓફિસમાં જ એબીવીપી દ્વારા રામ ધુન ચાલુ કરતા આ બાબતે કોલેજ દ્વારા પોલીસને બોલાવવામાં આવી.પોલીસે આવીને એ.બી.વી.પીના પ્રદેશ મંત્રી પવન ઓઝા ને ધોલધપાટ કરવામાં આવી આ બાબતે વિદ્યાર્થીઓ ઉગ્ર બની ને લોબીમાં બેસી ગયા અને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું અંતે પોલીસ દ્વારા એ.બી.વી.પીના પ્રદેશ મંત્રી પવન ઓજા તેમજ વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને મામલો થાળે પાડયો હતો.