રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા-ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રભારી કે.પી. શર્મા તેમજ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ડો. કિરણ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં ત્રણ તાલુકાઓના આમ આદમી પાર્ટી પ્રમુખોની વરણી થઈ
નર્મદા જિલ્લામાં ગતરોજ ૨૧ જૂને આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાયી હતી જેમાં ભરૂચ નર્મદા જિલ્લા ના પ્રભારી કે પી શર્મા, નર્મદા જિલ્લા પ્રમુખ ડૉ કિરણ વસાવા તેમજ અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી આ બેઠક માં સરકારી તંત્ર તેમજ સરકાર ની ભ્રષ્ટાચાર ની નીતિઓ વિરુદ્ધ આમ આદમી પાર્ટી કામ કરશે તેમજ પૈસાદાર લોકો તેમજ ગરીબ લોકો તમામ ને એક જેવા જ માહોલ માં એક જેવું જ મફત શિક્ષણ મળે, તમામ સમુદાયો ને મફત અને ઉચ્ચ કક્ષાનું આરોગ્ય મળે, મૂળભૂત જરૂરિયાતો જેવી કે વીજળી, રાંધણ ગેસ વગેરે સસ્તાદરે મળે એ ખૂબ જરૂરી છે.આ તમામ બાબતો દિલ્લી માં માનનીય મુખ્ય મંત્રી શ્રી અને આમ આદમી પાર્ટી ના સંસ્થાપક શ્રી કેજરીવાલ સાહેબે કરી બતાવ્યું છે ત્યારે ગુજરાત માં અને આખા દેશ માં પણ આવી ચોખ્ખી નીતિઓ બને અને ગરીબ, લાચારો ને ન્યાય મળે એવું કાર્ય કરવા આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે એવી ચર્ચા થઈ.
ઉપરાંત ત્રણ તાલુકા પ્રમુખોની વરની કરાઈ હતી જેમાં સાગબારા તાલુકામાં એડવોકેટ યોગેશભાઈ વલવી (કોલવાણ)ડેડીયાપાડા તાલુકમાં રાજેન્દ્રભાઇ વસાવા (ખુળદી) ગરુડેશ્વર તાલુકામાં કાનજીભાઈ તડવી (અકતેશ્વર)ને પાર્ટીના તાલુકા પ્રમુખની જવાબદારી સોંપવામાં આવેલ છે.