અમરેલી જિલ્લામાં કોવિડ ૧૯ના વધુ ૨ પોઝિટવ કેસ નોંધાયા.

Amreli Corona Latest
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૨ પોઝિટિવ કેસ નોંધાયા.અમરેલીના ઈશ્વરિયાના ૫૦ વર્ષીય પુરુષ અને સાવરકુંડલાના ૪૭ વર્ષીય પુરુષનો કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈશ્વરિયાના પુરુષની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી જયારે સાવરકુંડલાના પુરુષ તાજેતરમાં કોવિડ-૧૯ પોઝિટિવ આવેલા દર્દીના સંપર્કમાં આવ્યા હતા.

હાલ આ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની તેમજ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરેન્ટાઇન કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં કુલ ૪ દર્દીઓના દુઃખદ અવસાન થયા છે અને ૧૫ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. કુલ ૪૪ પોઝિટિવ કેસમાંથી હાલ ૨૫ એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *